“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…
વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???
કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…
શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???
Pages
- Home Page
- અંગ્રેજી શીખો સરળતાથી
- હિન્દુ સંસ્કૃતિ
- અંગ્રેજી શીખો સરળતાથી
- સમાજસુરક્ષા ખાતુ
- વિદ્યાર્થીઓના સંકલ્પો
- પંચાયત વિભાગ
- ગુજરાત ગૌણ સેવા
- ઉચ્ચ શિ.કમિશનર
- G.P.S.C.
- કાવ્યો, બાળગીતો, અને અન્ય
- કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હ...
- શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી
- વર્તમાનપત્રો વાંચો
- ઓનલાઈન રિજલ્ટ
- ન્યુ ફિલ્મ
- ઉપયોગી પત્રકો
- Gujarati Bhajan MP3
- પ્રાર્થના ૩૩ Mp3
- ઘરેલુ ઉપચારો
- મારુ ગુજરાત
- સફળ મહિલા
- લાયસન્સ માટેલેવાતી પરીક્ષાનો ડેમો
- ધારાસભ્યોનો પરિચય
- ગુજરાતનું મંત્રીમંડળ
- મેવાડા પરીવાર નુ ગૌરવ
- ભરવાડ સમાજ
- સ્ટડી મટીરીયલ્સ
- BALGEET
- લોક સાહિત્ય
- ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
- સુવિચારો
- માતૃ વંદના
- પુસ્તકો ડાઉનલોડ કરો મફત
- શૈક્ષણિક બ્લોગ
- TET/TAT/HTAT
- બાળક માટે પણ થોડું વિચારીએ ....
- ઉપયોગી ૮૦ વેબસાઈટ્સ
- જનરલ નોલેજ
- ફોટો ગેલેરી
- English mp3
- બાલગીતો-કાવ્યો-વાર્તા MP3
- Current Affairs
- સામુદાયિક ગાન MP3
- Old Papers
- Quiz Corner
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- રોજગાર સમાચાર ક્વિઝ
- ક્રિયાત્મક સંશોધન
- ઈ-બુક
- Exam lakhxi4000 question ans...
- શૈક્ષણિક સોફ્ટવેર
Most Important Notice Bord
નોધ
Saturday, May 28, 2016
પપ્પા મારે સાયન્સ લેવું છે….
યાદ રાખવા જેવું નાટક સંતુ રંગીલી (૧૯૭૩)
સરિતા જોશી (૨૦૧૩)
‘આ ફૂલરાણીનું રાજ અમર તપો.’
૧૯૭૩ના વર્ષમાં અલગ કર્ણાટક રાજ્યની રચના થઈ, અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન થયા, સચિન તેંડુલકર અને ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ થયો અને મધુરાયે લખેલા નાટક ‘સંતુ રંગીલી’નો પહેલો શૉ તા. ૧૬મી નવેમ્બર, ૧૯૭૩ના રોજ અમદાવાદના નાટ્યગૃહમાં ભજવાયો! ઈન્ડિયન નેશનલ થીએટરનું આ નિર્માણ ઘણું જ લોકપ્રિય બન્યું અને તેણે ઝડપભેર બેવડી સદી પૂરી કરી. તેનો ૨૦૦મો શૉ મુંબઈની જયહિન્દ કોલેજ ખાતે તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ થયો.
સંતુ રંગીલી નાટકના કુલ ૫૦૦થી વધુ શૉ થયા હોવાનું કહેવાય છે. પ્રવીણ જોશી તેના દિગ્દર્શક હતા અને હીરો પણ હતા અને સરિતા જોશી સાથે તેમની જોડી બહુ જામી હતી. નાટકના અન્ય કલાકારોમાં સુરેશ રાજડા, લીલા જરીવાલા, સાધના પટેલ, દિનકર જાની, લતેશ શાહ, પ્રદીપ મરચંટ, શરદ સ્માર્ત, જયાબહેન ભટ્ટ, ડી.એસ. મહેતા, સરોજ દેસાઈ અને શફી ઈનામદાર હતા.
૧૯૮૦માં પ્રવીણ જોશીના અવસાન બાદ તેમના ભાઈ અરવિન્દ જોશીએ સફળતાપૂર્વક નાટકનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ નાટકમાં સુંદર અભિનય માટે સરિતા જોશીને તા. ૧૪-૦૧-૧૯૮૯ના રોજ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના હસ્તે સંગીત નાટક એકાડેમીનો એવૉર્ડ મળ્યો હતો.
બર્નાર્ડ શૉના મૂળ પાત્રો અને મધુરાયે ઘડેલા તેમના ગુજરાતી અવતાર આ પ્રમાણે છેઃ
HENRY HIGGINS હિમાદ્રિવદન વીરમિત્ર વૈષ્ણવ
ELIZA DOOLITTLE સંતુ કરસન મિસ્ત્રી
COLONEL PICKERING ડૉ. બુવારીયા
FREDDY મનોજ ધરમલાલ
MRS. PEARCE દેવીબહેન
ALFRED DOOLITTLE કરસનભાઈ પશાભાઈ મિસ્ત્રી
MRS. HIGGINS લેડી સૌદામિની
MRS. EYNSFORD HILL શ્રીમતી ધરમલાલ
CLARA બીના ધરમલાલ
બર્નાર્ડ શૉએ ૧૯૧૨માં પિગ્મેલિયન નાટક લખ્યું હતું. ત્યાર પછી તેની પિગ્મેલિયન ફિલ્મ ૧૯૩૮માં બની. તે પછી માય ફેર લેડી નાટક (૧૯૫૬), માય ફેર લેડી ફિલ્મ (૧૯૬૪) અને સંતુ રંગીલી નાટક (૧૯૭૩) આવ્યા. આ યાદગાર સફરનો મજેદાર સચિત્ર અહેવાલ વાંચો નીચેની લિન્ક પરઃ
પિગ્મેલિયનથી માય ફેર લેડી અને
સંતુ રંગીલી સુધીની યાદગાર સફર
બર્નાડ શૉએ ૧૯૧૨માં લખેલું પિગ્મેલિયન નાટક વાંચવું છે? અમેરિકાની Pennsylvania State University તરફથી તેની સરસ ઈ-બૂક બનાવવામાં આવી છે. ક્લીક કરો અને વાંચો આ ઈ-બૂકઃ
PYGMALION-PENN-EBOOK
૧૯૭૩ના સંતુ રંગીલી નાટકનું દુર્લભ ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ રેકોર્ડિંગ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનના પ્રણેતા લલિતભાઈ શાહ પાસે સચવાયેલું હતું. આ રેકોર્ડિંગ વિશે વધુ માહિતી જો કોઈની પાસે હોય તો તે mavjibhai@gmail.com પર ઈ-મેલ કરીને મોકલાવવા વિનંતી છે.
જે રસિક જનોને આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક કરી પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર નાટક ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. ડાઉનલોડ થતી ફાઈલ ઝીપ ફાઈલ છે જેને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ ફાઈલ બહાર આવશે. અહીં અપાયેલ સાઉન્ડ રેકોર્ડિંગ Hi-Fi Stereoમાં છે એટલે જો હોમ થીએટર પર વગાડીને સાંભળશો તો ખુશ થઈ જવાશે.
(૧) સંતુ રંગીલી નાટક : અંક પહેલો
(ઝીપ ફાઈલની સાઈઝ ૪૬.૭૩ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૪૯ મિનિટ ૫૫ સેકન્ડ)
(૨) સંતુ રંગીલી નાટક : અંક બીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૨૧.૭૦ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૨૩ મિનિટ ૧૦ સેકન્ડ)
(૩) સંતુ રંગીલી નાટક : અંક ત્રીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૦.૫૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૧ મિનિટ ૧૮ સેકન્ડ)
(૪) સંતુ રંગીલી નાટક : અંક ચોથો
(ઝીપ ફાઈલની સાઈઝ ૭.૧૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૭ મિનિટ ૪૦ સેકન્ડ)
(૫) સંતુ રંગીલી નાટક : અંક પાંચમો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૪.૬૧ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૫ મિનિટ ૩૫ સેકન્ડ)
આ ભજવાયેલા સંતુ રંગીલી નાટકનું રેકોર્ડિંગ સાંભળી તેની સરખામણી મધુરાય લિખિત છપાયેલા સંતુ રંગીલી નાટક (રૂપાલી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ એપ્રિલ ૧૯૭૬) સાથે કરવાની તસ્દી ન લેશો. છપાયેલી ચોપડી મૂળ પિગ્મેલિયનને અનુસરે છે તો પ્રવીણ જોશીનું નાટક માય ફેર લેડી ફિલ્મને અને બન્ને વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે. જો કે હાથી તથા ઘોડો બન્ને ઉમદા અને સવારી કરવા માટે ગમે તેવા પ્રાણી છે. એ તો એવું છે કે કોઈને હાથી ગમે તો કોઈને ઘોડો!
૧૯૩૮ની પિગ્મેલિયન ફિલ્મ અને ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોવાની લાલચ થઈ આવે છે? બેઉ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. શોધ કરશો તો મળી આવશે. ન મળી શકે તો માવજીભાઈને કહેજો. તેમની પાસે તો તે બન્ને ફિલ્મ ઘણા વર્ષોથી છે. જો તમે ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોશો તો તમને તેના અગાઉના નાટક-ફિલ્મના તમામ સંસ્કરણ ફીક્કા લાગશે.
Friday, May 27, 2016
Tuesday, May 24, 2016
Wednesday, May 18, 2016
NEET પરીક્ષા માહિતી અને મટીરીયલ-માત્ર એક ક્લિકમાં
હાલમાં મેડીકલ પ્રવેશ માટે NEET ની પરીક્ષા સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજીયાત લેવી તેવું કહેવામાં આવેલ છે. હજુ તેના વિશે કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય આવ્યો નથી. તેમ છતાં વિદ્યાર્થીઓ માટે અહી NEET પરીક્ષાની માહિતી અને મટીરીયલ મુકેલ છે. ઘણા વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપવા પણ ઈચ્છતા હોય છે તો તેમને મદદરૂપ થશે. તો નીચે જોતા જાવ અને માહિતી મેળવતા જાવ.
1. NEET પરીક્ષા માટેની ઓફિશીયલ વેબસાઈટ :-
http://aipmt.nic.in/
2. NEET પરીક્ષા માહિતી બુકલેટ :-
- અંગ્રેજીમાં :- ડાઉનલોડ
- હિન્દીમાં :- ડાઉનલોડ
3. NEET પરીક્ષા સિલેબસ અને કોર્સ :- અહી ક્લિક કરો
4. NEET ની પરીક્ષાની તૈયારી માટે ખાસ એન્ડ્રોઈડ એપ :- ડાઉનલોડ
5. NEET પરીક્ષાની તૈયારી માટે ખાસ ઓનલાઈન મોક ટેસ્ટ :- ક્લિક કરો અને આપો ટેસ્ટ
અન્ય તૈયારી માટે NCERT ની બુક રીફર કરો. તમને ઉપરની માહિતી ઉપયોગી થશે. તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોચાડો અને આ પોસ્ટને શેર કરો.
બીજી તમામ માહિતી માટે જોતા રહો આ વેબસાઈટ www.brmevada.blogspot.com
Thanks for Vishal Gauswami
સંકલન અને લેખન :- વિશાલ ગૌસ્વામી
Tuesday, May 17, 2016
સંયોજનો, તેમના રાસાયણિક નામ, અણુસૂત્રો અને રહેલ તત્વો
નમસ્કાર મિત્રો...
ધોરણ 6 થી 10 માં ઉપયોગી થાય તે હેતુથી સંયોજનો માટેની ફાઈલ તૈયાર કરેલ છે. અહી તેમાં સંયોજનોના સામાન્ય નામ, રાસાયણિક નામ, તેમના અણુસૂત્રો અને તેમાં રહેલ તત્વોના નામ બધુ એક જ કોઠામાં બનાવેલ છે.
સરળતા ખાતર આ ફાઈલ JPG અને PDF બંને ફોર્મેટમાં અહી મુકેલ છે. શેર કરો તમામ સાથે. આવી જ રીતે પ્રાથમિક શાળાના વિજ્ઞાન વિષયની ફાઈલો મુકાશે.
■ સંયોજનો PDF ફાઈલ :- ડાઉનલોડ માટે અહી ક્લિક કરો
■ આભાર વિશાલ ગોસ્વામી
ગણિતનું ઉપયોગી મટીરીયલ PDF ફાઈલમાં
નમસ્કાર મિત્રો...
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ગણિત-વિજ્ઞાન વિષય માટે આ વેબસાઈટ તમને ઉપયોગી થતી રહે છે. અહી તમને ઉપયોગી મટીરીયલ હું મુકુ છુ. જે બાળકોને પણ ઉપયોગી હોય છે.
અહી આ લેખમાં તમારા માટે ગણિતનું ખાસ મટીરીયલ લઈને આવ્યો છું. આ મટીરીયલ PDF ફાઈલમાં મળી રહેશે અને GKGRIP નામની વેબસાઈટ દ્વારા તૈયાર કરેલ છે.
આ મટીરીયલને ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો :
www.gkgrip.com/math.php
ગણિતના સૂત્રો - ધો.6 થી કોલેજ સુધી
નમસ્કાર...
ગણિતના સૂત્રો આપણે યાદ રાખવા પડે છે પણ જ્યારે જરૂર હોય ત્યારે બધા સૂત્રો એક સાથે નથી મળી શકતા.
આ સમસ્યાનું સમાધાન અહીં તમને મળી જશે. હા...ધોરણ 6 થી લઈને ડિગ્રી, ડિપ્લોમા, B.Sc. કે અન્ય કોઈ કોલેજ કોર્સના ગણિતના સૂત્રો મુકેલ છે.
માત્ર એક પીડીએફ ફાઈલમાં તમામ સૂત્રો અને અંગ્રેજી ભાષામાં છે. આ ફાઈલની સાઈઝ માત્ર 903 kb છે.
આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
તમારા બ્લોગ અને મિત્રો સુધી શેર સુધી. વધુ માહિતી માટે જોતા રહો www.vishalvigyan.in
આભાર વિશાલ ગોસ્વામી
Wednesday, May 11, 2016
Sunday, May 1, 2016
વિદ્યાર્થીઓને ઉપયોગી એડમિશન એપ્સ ડાઉનલોડ કરો
શું તમે ધોરણ 10 કે 12 પછી અથવા ઉચ્ચ અભ્યાસ પછી ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનીયરીંગ, મેડીકલ કે અન્ય ક્ષેત્રમા એડમિશન મેળવવા માગો છો ?
જો હા તો આ તમામ કોર્સના એડમિશનની તમામ માહિતી માટે એન્ડ્રોઈડ એપ્સ તૈયાર કરવામાં આવી છે. તમને એડમિશન પ્રક્રિયાની તમામ માહિતી તમારા ફોનમા આ એપ્સની મદદથી મળતી રહેશે.
તો તમને લાગુ પડતા કોર્સની એડમિશન એપ નીચેથી કરો ડાઉનલોડ. કોર્સ સામે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
■ ડિગ્રી એન્જિનીયરીંગ : ડાઉનલોડ
■ મેડીકલ અને પેરામેડીકલ : ડાઉનલોડ
■ ડિપ્લોમા એન્જિનીયરીંગ : ડાઉનલોડ
■ IIT એડમિશન : ડાઉનલોડ
■ NIT એડમિશન : ડાઉનલોડ
દરેક વિદ્યાર્થી સુધી આ પોસ્ટ પહોચાડો.
પ્રાથમિક ભૂમિતિ - ડાઉનલોડ કરો 13 વિડીયો
નમસ્કાર મિત્રો...
ભૂમિતિ શું છે ? આ પ્રશ્નના ઉત્તર માટે અહીં 13 વિડીયો મુકેલ છે. અહી આ વિડીયો પરથી ભૂમિતિ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થઈ શકશે.
તમામ વિડીયો ઈ વિદ્યાલયwww.evidyalay.net દ્વારા બનાવેલા છે. તેમનો હું આભાર માનુ છુ. વિડીયો ગુજરાતી ભાષામા જ છે તેથી સમજવામાં પણ ઉપયોગી થશે.
વિડીયો ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન પર ક્લિક કરો. ત્યા ક્લિક કરતા નવા પેજમાં Download Video પર ક્લિક કરો પછી વિડીયો સાઈઝ પસંદ કરી ડાઉનલોડ કરો.
1. ખૂણો :- ડાઉનલોડ
2. ખૂણો માપવા માટેની સમજૂતિ :- ડાઉનલોડ
3. સમાંતર રેખાથી બનતા ખૂણાઓ :- ડાઉનલોડ
4. ખૂણાની જોડના પ્રકાર (ભાગ-1) :- ડાઉનલોડ
5. ખૂણાની જોડના પ્રકાર (ભાગ-2) :- ડાઉનલોડ
6.પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ :- ડાઉનલોડ
7. ઘનફળની સમજ :- ડાઉનલોડ
8. ચતુષ્કોણ :- ડાઉનલોડ
9. ત્રિકોણ :- ડાઉનલોડ
10. વર્તુળ :- ડાઉનલોડ
11. વર્તુળનો પરિઘ :- ડાઉનલોડ
12. વર્તુળનું ક્ષેત્રફળ :- ડાઉનલોડ
13. વર્તુળની પરિમિતિ :- ડાઉનલોડ
ધન્યવાદ...
બેઝિક કમ્પ્યુટર શીખો : 5 ઈ-બુક કરો ડાઉનલોડ
નમસ્કાર...
મિત્રો તમે જાતે કમ્પ્યુટર શીખવા માંગો છો?
અથવા તમારા મિત્રો કે તમારા વિદ્યાર્થીઓને શીખવવા માંગો છો?
અથવા તમે સીસીસી કે સીસીસી પ્લસ પરીક્ષાની તૈયારી કરો છો?
આ બધા પ્રશ્નોના જવાબ માટે અહીં 5 પીડીએફ ફોર્મેટમાં ઈ-બુક મુકેલ છે. તે ડાઉનલોડ કરો અને શીખો અને શીખાડો કમ્પ્યુટર. તમામ બુક નાની સાઈઝમાં જ છે.
તમામ ફાઈલો સુખદેવ હિન્ગુ દ્વારા બનાવેલ છે.
www.snhingu.blogspot.in
આ બુક ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
1. કમ્પ્યુટર ફંડામેન્ટલ :- ડાઉનલોડ
2. વિન્ડોઝ XP :- ડાઉનલોડ
3. માઈક્રો-સોફ્ટ વર્ડ :- ડાઉનલોડ
4. માઈક્રો-સોફ્ટ એક્સેલ :- ડાઉનલોડ
5. માઈક્રો-સોફ્ટ પાવર-પોઈન્ટ :- ડાઉનલોડ
ધન્યવાદ...

