સરિતા જોશી (૨૦૧૩)
‘આ ફૂલરાણીનું રાજ અમર તપો.’
૧૯૭૩ના વર્ષમાં અલગ કર્ણાટક રાજ્યની રચના થઈ, અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન થયા, સચિન તેંડુલકર અને ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ થયો અને મધુરાયે લખેલા નાટક ‘સંતુ રંગીલી’નો પહેલો શૉ તા. ૧૬મી નવેમ્બર, ૧૯૭૩ના રોજ અમદાવાદના નાટ્યગૃહમાં ભજવાયો! ઈન્ડિયન નેશનલ થીએટરનું આ નિર્માણ ઘણું જ લોકપ્રિય બન્યું અને તેણે ઝડપભેર બેવડી સદી પૂરી કરી. તેનો ૨૦૦મો શૉ મુંબઈની જયહિન્દ કોલેજ ખાતે તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ થયો.
સંતુ રંગીલી નાટકના કુલ ૫૦૦થી વધુ શૉ થયા હોવાનું કહેવાય છે. પ્રવીણ જોશી તેના દિગ્દર્શક હતા અને હીરો પણ હતા અને સરિતા જોશી સાથે તેમની જોડી બહુ જામી હતી. નાટકના અન્ય કલાકારોમાં સુરેશ રાજડા, લીલા જરીવાલા, સાધના પટેલ, દિનકર જાની, લતેશ શાહ, પ્રદીપ મરચંટ, શરદ સ્માર્ત, જયાબહેન ભટ્ટ, ડી.એસ. મહેતા, સરોજ દેસાઈ અને શફી ઈનામદાર હતા.
૧૯૮૦માં પ્રવીણ જોશીના અવસાન બાદ તેમના ભાઈ અરવિન્દ જોશીએ સફળતાપૂર્વક નાટકનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ નાટકમાં સુંદર અભિનય માટે સરિતા જોશીને તા. ૧૪-૦૧-૧૯૮૯ના રોજ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના હસ્તે સંગીત નાટક એકાડેમીનો એવૉર્ડ મળ્યો હતો.
બર્નાર્ડ શૉના મૂળ પાત્રો અને મધુરાયે ઘડેલા તેમના ગુજરાતી અવતાર આ પ્રમાણે છેઃ
HENRY HIGGINS હિમાદ્રિવદન વીરમિત્ર વૈષ્ણવ
ELIZA DOOLITTLE સંતુ કરસન મિસ્ત્રી
COLONEL PICKERING ડૉ. બુવારીયા
FREDDY મનોજ ધરમલાલ
MRS. PEARCE દેવીબહેન
ALFRED DOOLITTLE કરસનભાઈ પશાભાઈ મિસ્ત્રી
MRS. HIGGINS લેડી સૌદામિની
MRS. EYNSFORD HILL શ્રીમતી ધરમલાલ
CLARA બીના ધરમલાલ
બર્નાર્ડ શૉએ ૧૯૧૨માં પિગ્મેલિયન નાટક લખ્યું હતું. ત્યાર પછી તેની પિગ્મેલિયન ફિલ્મ ૧૯૩૮માં બની. તે પછી માય ફેર લેડી નાટક (૧૯૫૬), માય ફેર લેડી ફિલ્મ (૧૯૬૪) અને સંતુ રંગીલી નાટક (૧૯૭૩) આવ્યા. આ યાદગાર સફરનો મજેદાર સચિત્ર અહેવાલ વાંચો નીચેની લિન્ક પરઃ
પિગ્મેલિયનથી માય ફેર લેડી અને
સંતુ રંગીલી સુધીની યાદગાર સફર
બર્નાડ શૉએ ૧૯૧૨માં લખેલું પિગ્મેલિયન નાટક વાંચવું છે? અમેરિકાની Pennsylvania State University તરફથી તેની સરસ ઈ-બૂક બનાવવામાં આવી છે. ક્લીક કરો અને વાંચો આ ઈ-બૂકઃ
PYGMALION-PENN-EBOOK
૧૯૭૩ના સંતુ રંગીલી નાટકનું દુર્લભ ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ રેકોર્ડિંગ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનના પ્રણેતા લલિતભાઈ શાહ પાસે સચવાયેલું હતું. આ રેકોર્ડિંગ વિશે વધુ માહિતી જો કોઈની પાસે હોય તો તે mavjibhai@gmail.com પર ઈ-મેલ કરીને મોકલાવવા વિનંતી છે.
જે રસિક જનોને આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની ઈચ્છા હોય તેમને નીચેની લિન્ક કરી પોતાના કોમ્પ્યુટર પર સમગ્ર નાટક ડાઉનલોડ કરી સાંભળવા વિનંતી છે. ડાઉનલોડ થતી ફાઈલ ઝીપ ફાઈલ છે જેને કોઈ પણ ઝીપ સોફ્ટવેર વડે ખોલવાથી તેમાંથી એમ.પી.-૩ ફાઈલ બહાર આવશે. અહીં અપાયેલ સાઉન્ડ રેકોર્ડિંગ Hi-Fi Stereoમાં છે એટલે જો હોમ થીએટર પર વગાડીને સાંભળશો તો ખુશ થઈ જવાશે.
(૧) સંતુ રંગીલી નાટક : અંક પહેલો
(ઝીપ ફાઈલની સાઈઝ ૪૬.૭૩ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૪૯ મિનિટ ૫૫ સેકન્ડ)
(૨) સંતુ રંગીલી નાટક : અંક બીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૨૧.૭૦ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૨૩ મિનિટ ૧૦ સેકન્ડ)
(૩) સંતુ રંગીલી નાટક : અંક ત્રીજો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૦.૫૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૧ મિનિટ ૧૮ સેકન્ડ)
(૪) સંતુ રંગીલી નાટક : અંક ચોથો
(ઝીપ ફાઈલની સાઈઝ ૭.૧૯ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૭ મિનિટ ૪૦ સેકન્ડ)
(૫) સંતુ રંગીલી નાટક : અંક પાંચમો
(ઝીપ ફાઈલની સાઈઝ ૧૪.૬૧ એમ.બી.
રેકોર્ડિંગની લંબાઈ ૧૫ મિનિટ ૩૫ સેકન્ડ)
આ ભજવાયેલા સંતુ રંગીલી નાટકનું રેકોર્ડિંગ સાંભળી તેની સરખામણી મધુરાય લિખિત છપાયેલા સંતુ રંગીલી નાટક (રૂપાલી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ એપ્રિલ ૧૯૭૬) સાથે કરવાની તસ્દી ન લેશો. છપાયેલી ચોપડી મૂળ પિગ્મેલિયનને અનુસરે છે તો પ્રવીણ જોશીનું નાટક માય ફેર લેડી ફિલ્મને અને બન્ને વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે. જો કે હાથી તથા ઘોડો બન્ને ઉમદા અને સવારી કરવા માટે ગમે તેવા પ્રાણી છે. એ તો એવું છે કે કોઈને હાથી ગમે તો કોઈને ઘોડો!
૧૯૩૮ની પિગ્મેલિયન ફિલ્મ અને ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોવાની લાલચ થઈ આવે છે? બેઉ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. શોધ કરશો તો મળી આવશે. ન મળી શકે તો માવજીભાઈને કહેજો. તેમની પાસે તો તે બન્ને ફિલ્મ ઘણા વર્ષોથી છે. જો તમે ૧૯૬૪ની માય ફેર લેડી ફિલ્મ જોશો તો તમને તેના અગાઉના નાટક-ફિલ્મના તમામ સંસ્કરણ ફીક્કા લાગશે.
Pages
- Home Page
- અંગ્રેજી શીખો સરળતાથી
- હિન્દુ સંસ્કૃતિ
- અંગ્રેજી શીખો સરળતાથી
- સમાજસુરક્ષા ખાતુ
- વિદ્યાર્થીઓના સંકલ્પો
- પંચાયત વિભાગ
- ગુજરાત ગૌણ સેવા
- ઉચ્ચ શિ.કમિશનર
- G.P.S.C.
- કાવ્યો, બાળગીતો, અને અન્ય
- કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હ...
- શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી
- વર્તમાનપત્રો વાંચો
- ઓનલાઈન રિજલ્ટ
- ન્યુ ફિલ્મ
- ઉપયોગી પત્રકો
- Gujarati Bhajan MP3
- પ્રાર્થના ૩૩ Mp3
- ઘરેલુ ઉપચારો
- મારુ ગુજરાત
- સફળ મહિલા
- લાયસન્સ માટેલેવાતી પરીક્ષાનો ડેમો
- ધારાસભ્યોનો પરિચય
- ગુજરાતનું મંત્રીમંડળ
- મેવાડા પરીવાર નુ ગૌરવ
- ભરવાડ સમાજ
- સ્ટડી મટીરીયલ્સ
- BALGEET
- લોક સાહિત્ય
- ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
- સુવિચારો
- માતૃ વંદના
- પુસ્તકો ડાઉનલોડ કરો મફત
- શૈક્ષણિક બ્લોગ
- TET/TAT/HTAT
- બાળક માટે પણ થોડું વિચારીએ ....
- ઉપયોગી ૮૦ વેબસાઈટ્સ
- જનરલ નોલેજ
- ફોટો ગેલેરી
- English mp3
- બાલગીતો-કાવ્યો-વાર્તા MP3
- Current Affairs
- સામુદાયિક ગાન MP3
- Old Papers
- Quiz Corner
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- રોજગાર સમાચાર ક્વિઝ
- ક્રિયાત્મક સંશોધન
- ઈ-બુક
- Exam lakhxi4000 question ans...
- શૈક્ષણિક સોફ્ટવેર