પોજીટીવ પર્સનાલીટી અર્થાત સકારાત્મક વ્યક્તિત્વ કઈ રીતે બનાવી શકાય?
લેટીન ભાષાની એક કહેવત છે:
"મારી પાસે જે કઈ પણ છે એ બધું મારી સાથેજ છે."
હવે આ કહેચ્વત પાછળનો એક કિસ્સો સકારાત્મક વ્યક્તિત્વના સંદર્ભમાં વાંચીએ:
મુલ્લા નસીરુદ્દીન એક વાર એક દુકાનમાં ગયા.
દુકાન તો શું પણ એ એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર જ હતો. જરૂરી એવી મોટા ભાગની વસ્તુ ત્યાં મળે.
મુલ્લાને જોઈતા હતા તેમના માપ ના બુટ.
કોને ખબર મુલ્લાના પગનો પંજો અસાધારણ સાઈજ નો હશે, તેમના માપના બુટ હતા નહિ.
મુલ્લાએ દુકાનદારને પૂછ્યું: " તારી પાસે ચામડું છે?"
દુકાનદાર: "છે'
"ખીલી છે?"
"છે"
"અને સોય?"
"એ પણ છે"
"તો પછી વાર શું?, લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બુટ."
વાર્તા પૂરી થઇ.
તમારે પોજીટીવ પર્સનાલીતીના માલિક થવું છે?
તો પૂછો આ સવાલ તમારા દિલ ને:
-આત્મવિશ્વાસ છે?
-હિંમત છે?
-જવાબદારીની ભાવના છે?
-સાચું-ખોટું પારખવાની સૂઝ છે?
-સારું વર્તન કરવાની ક્ષમતા છે?
સારી વાણી છે?
અલબત, આ બધું મૂળભૂત રીતે માનસમાં પડ્યુજ હોય છે પરંતુ એનો ઉપયોગ ના થવાને લીધે તેના પર ધૂળ જામી ગઈ હોય છે.આ ધૂળ ને ખંખેરી આગવા લક્ષણ કેળવવા એનું નામ પોજીટીવ પર્સનાલીટી