અબ્રાહમ લિંકને પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આદર્શ વ્યક્તિ બનાવવા આચાર્યશ્રીને કરેલી ભલામણ
આદરણીય શિક્ષકશ્રી,
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.
==>> એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે.
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાનેઅનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે.
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માંપણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુપાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસનેતરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
==>>અબ્રાહમ લિંકન
Pages
- Home Page
- અંગ્રેજી શીખો સરળતાથી
- હિન્દુ સંસ્કૃતિ
- અંગ્રેજી શીખો સરળતાથી
- સમાજસુરક્ષા ખાતુ
- વિદ્યાર્થીઓના સંકલ્પો
- પંચાયત વિભાગ
- ગુજરાત ગૌણ સેવા
- ઉચ્ચ શિ.કમિશનર
- G.P.S.C.
- કાવ્યો, બાળગીતો, અને અન્ય
- કોમ્પુટર સોફ્ટવેર અને ગુજરાતી ઇન્ડિક અને ગુજરાતી-હ...
- શાળાકીય વહીવટી પત્રકો અને સીઆરસી માહિતી
- વર્તમાનપત્રો વાંચો
- ઓનલાઈન રિજલ્ટ
- ન્યુ ફિલ્મ
- ઉપયોગી પત્રકો
- Gujarati Bhajan MP3
- પ્રાર્થના ૩૩ Mp3
- ઘરેલુ ઉપચારો
- મારુ ગુજરાત
- સફળ મહિલા
- લાયસન્સ માટેલેવાતી પરીક્ષાનો ડેમો
- ધારાસભ્યોનો પરિચય
- ગુજરાતનું મંત્રીમંડળ
- મેવાડા પરીવાર નુ ગૌરવ
- ભરવાડ સમાજ
- સ્ટડી મટીરીયલ્સ
- BALGEET
- લોક સાહિત્ય
- ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
- સુવિચારો
- માતૃ વંદના
- પુસ્તકો ડાઉનલોડ કરો મફત
- શૈક્ષણિક બ્લોગ
- TET/TAT/HTAT
- બાળક માટે પણ થોડું વિચારીએ ....
- ઉપયોગી ૮૦ વેબસાઈટ્સ
- જનરલ નોલેજ
- ફોટો ગેલેરી
- English mp3
- બાલગીતો-કાવ્યો-વાર્તા MP3
- Current Affairs
- સામુદાયિક ગાન MP3
- Old Papers
- Quiz Corner
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- રોજગાર સમાચાર ક્વિઝ
- ક્રિયાત્મક સંશોધન
- ઈ-બુક
- Exam lakhxi4000 question ans...
- શૈક્ષણિક સોફ્ટવેર