Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Thursday, February 18, 2016

હેડકી આવે ત્યારે પાણી શા માટે પીવાનું?


  આપણે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે
કો ઈને પણ હેડકી આવે એટલે તરત એવું બોલાય કે, જરૃર કોઈ યાદ કરતું લાગે છે. આપણે ત્યાં હેડકી આવવાની પ્રક્રિયાને આ રીતે કોઈ યાદ આવવાની વાત સાથે જોડી દેવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિક તથ્ય એ છે કે હેડકી આવે તેની સાથે કોઈની યાદ આવવાનો સંબંધ નથી હોતો. એ તો ફક્ત એક તુક્કો છે કે હેડકી આવતાં આપણે વિચારવા લાગીએ કે, આપણને કોણ યાદ કરતું હશે? એમ વિચારવાની સાથે આપણું ધ્યાન બીજે દોરાઈ જાય છે. વાસ્તવમાં હેડકી આવવા પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય તો હેડકીને રોકવાના ઉપાય પણ તરત જ મળી આવે છે. આપણે જે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જોકે આ પ્રક્રિયામાં ક્યારેક ગરબડ ત્યારે થાય છે જ્યારે શ્વાસ લેતી વખતે છાતી અને પેટ વચ્ચે આવેલો આ પડદો વધારે હલવા માંડે છે તેને આપણે સાદી ભાષામાં હેડકી આવી એવું કહીએ છીએ.
ક્યારેક ફટાફટ જમતી વખતે, તો ક્યારેક વધારે પડતું તીખું ખવાઈ જાય એ વખતે પણ હેડકી આવતી હોય છે.
હેડકી આવતી બંધ કરવા તમે ઘણા ઉપાયો અપનાવી શકો. જેમ કે, પાણી પી લેવું, થોડીક સેકન્ડ માટે શ્વાસ રોકવો, ફુગ્ગો ફુલાવવો અથવા તો ખાંડ ખાઈ લેવી વગેરે. સામાન્ય રીતે હેડકી આવતાં ધીરે ધીરે પાણી પીવામાં આવે તો આ પડદો ફરી પાછો પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે અને હેડકી આવતી બંધ થઈ જાય છે. તો મિત્રો, તમે હવે એ વૈજ્ઞાનિક કારણ સમજી ગયા ને કે, હેડકી આવવાનો અર્થ એ નથી કે તમને કોઈ યાદ કરી રહ્યું છે અને હા. જો કોઈ ઉપચાર કરવા છતાં હેડકી આવતી બંધ ન થતી હોય અથવા સતત હેડકી આવતી હોય તો ડોક્ટરને મળવું જ જોઈએ