Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Thursday, February 25, 2016

25 ફેબ્રુઆરી રવિશંકર મહારાજ જન્મજયંતી.

25 ફેબ્રુઆરી રવિશંકર મહારાજ જન્મજયંતી...


જન્મની વિગત -
૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ))
રઢુ, ખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)



મૃત્યુની વિગત- ૧ જુલાઇ, ૧૯૮૪
બોરસદ


રહેઠાણ- સરસવણી


રાષ્ટ્રીયતા - ભારતીય


હુલામણું નામ- રવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી


અભ્યાસ પ્રાથમિક - છ ધોરણ
ક્ષેત્ર-સમાજ સેવા, સ્વતંત્રતા સેનાની


વતન - સરસવણી


ખિતાબ- મૂકસેવક, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી


રાજકીય પક્ષ- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ


ધર્મ- હિંદુ


જીવનસાથી- સૂરજબા


માતા-પિતા-- નાથીબા, શિવરામ વ્યાસ


🌎🌎🌎🌎🌎🌎🌎
રવિશંકર શિવરામ વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્રય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરિકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આયોજન કર્યું. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને રૂ. ૧.૦૦ લાખનો રવિશંકર મહારાજ એવોર્ડ આપવામાં આવે છે[૧].

જીવન ઝરમર:::::::

રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. તેમણે ૬ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે. સુરજબા સાથે તેમના લગ્ન થયા હતા. ૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું દુ:ખદ અવસાન થયું.

નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.